Loading
Loading

ઈજનેરી- ફાર્મસીમાં પ્રવેશ માટે આજે ગુજેકટની પરીક્ષા

શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય જિલ્લા કેન્દ્રોમાંઈજનેરી- ફાર્મસીમાંપ્રવેશ માટેની ગુજકેટ આયોજન કરાયું છે. ધોરણ 12 સાયન્સના એ ગૃપ, બી ગૃપ તેમજ એબી ગૃપના કુલ કુલ મળીને 1,36,156 વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના પરીક્ષા સચિવના જણાવ્યાં પ્રમાણે ધોરણ 12 સાયન્સ ગૃપ એ માટે 62173 વિદ્યાર્થીઓ, ગૃપ બી માટે 73620 વિદ્યાર્થીઓ તથા એબી ગૃપ માટે કુલ 363 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે, આ સાથે કુલ મળીને 1,36,156 વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા છે.

Source : db.com