Loading
Loading

આગામી વર્ષથી વધુ સાત મેડિકલ કોલેજ શરૂ થશે

જય સરકાર દ્વારા સ્વનિર્ભર મેડિકલ કોલેજોને મંજૂરી આપવા માટે સરકારી હોસ્પિટલ સંસ્થાને સોંપીને તેનું સંચાલન કરવા સાથે કોલેજ શરૂ કરવા માટે બ્રાઉન ફિલ્ડ અને પોતાની માલિકીની હોસ્પિટલ-કોલેજ સ્થાપનાર સંસ્થાને ગ્રીન ફિલ્ડ હેઠળ મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. ગ્રીન ફિલ્ડ કોલેજની મંજૂરી મેળવનાર સંસ્થાઓમાં કે.કે.શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ, વાત્રક, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, વિસનગર જ્યારે બ્રાઉન ફિલ્ડ કોલેજની મંજૂરી મેળવનાર સંસ્થાઓમાં દાહોદ ખાતેની જિલ્લા હોસ્પિટલ કેડીલા હેલ્થકેર લી.અમદાવાદ, વ્યારાની જિલ્લા હોસ્પિટલને સુમુલ સંશોધન-વિકાસ મંડળ, સુરત, ભરૂચ જિલ્લા હોસ્પિટલ ક્રિશ્ન એજ્યુકેશનલ ફાઉન્ડેશન, વડોદરા, બ.કાં જિલ્લા હોસ્પિ. ગલબાભાઇ પટેલ ચેરી.ટ્રસ્ટ, પાલનપુર, અમરેલી જિલ્લા હોસ્પિ. શાંતાબેન ગજેરા ચેરી. ટ્રસ્ટ, સુરત. 

source : db.com