Loading
Loading

CBSE બોર્ડનંુ પરિણામ જાહેર ન થતાં ફાર્મસીમાં પિનની મુદત વધી

અગાઉ 14 મેની મુદત હતી જે લંબાવીને 28 મે કરવામાં આવી 


સીબીએસઈનું પરિણામ જાહેર ન થયું હોવાથી એસીપીસીએ ડિગ્રી ઈજનેરીની જેમ ફાર્મસી કોલેજોની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી માટે પિન આપવાની કાર્યવાહીની મુદત લંબાવવાનો નિર્ણય કરાયો છે. પ્રવેશ કાર્યક્રમમાં સુધારો કરાયો છે અને િડગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે પિન આપવાની અંતિમ મુદત 14 મેથી લંબાવીને 28 મે જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 16 મેથી વધારી 28 મે કરાઈ છે. 
સીબીએસઈ બોર્ડનું પરિણામ જાહેર થયું ન હોવાથી આ વિદ્યાર્થીઓને પીન લેવાથી માંંડીને ઓનલાઈન રજિસ્ટ્રેશન સુધીની કાર્યવાહી માટે વધુ સમય મળે તે માટે પ્રવેશ કાર્યવાહીની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. 
સુધારેલો કાર્યક્રમ 
પિન-બુકલેટ વિતરણ 28 મે 
ઓનલાઈન રજિસ્ટ્રેશન 28 મે 
પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 10 જૂન 
ચોઈસફિલિંગ મોક 10-14 જૂન 
મોક રાઉન્ડ પરિણામ 16 જૂન 
ફાઈનલ મેરિટ 16 જૂન 
ચોઈસમાં ફેરબદલ 16થી 21 જૂન 
ફર્સ્ટ સીટ એલોટમેન્ટ 23 જૂન 


source:db.com