Loading
Loading

9424 પરીક્ષાર્થીઅોમાંથી માત્ર 7ને A1 ગ્રેડ, રાજ્યના તમામ શહેરોમાં અાપણે સૌથી પાછળ, 5 વર્ષમાં સૌથી નબળો દેખાવ

12 સાયન્સના જાહેર થયેલા રિઝલ્ટમાં શહેર અને ગ્રામ્યના રિઝલ્ટ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરનું રિઝલ્ટ 75.24 ટકા અને ગ્રામિણનું 82.17 ટકા નોંધાયું છે. સાથે જ શહેર અને ગ્રામ્યના 16531 વિદ્યાર્થીઓ સામે માત્ર 10 વિદ્યાર્થીઓ જ એ1 ગ્રેડ મેળવી શક્યા છે. જ્યારે કે 2017માં 59 વિદ્યાર્થીઓ એ1 ગ્રેડ મેળવવા માટે સફળ રહ્યાં હતા. આ વર્ષે એ1 ગ્રેડમાં 49 વિદ્યાર્થીનો ધરખમ ઘટાડો નોંધાયો છે. એક્સપર્ટના મત પ્રમાણે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી સેમિસ્ટર સિસ્ટમ આ ખરાબ રિઝલ્ટ માટે જવાબદાર છે. આજ સ્થિતિ ગુજરાતના દરેક મોટા શહેરોની છે. રાજકોટ, બરોડા, સુરતમાં પણ એ1 ગ્રેડ મેળવાનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 





source:db.com