Loading
Loading

ગુજરાતમાં 12મું પાસ કરનારા NRG જનરલ ક્વોટામાં પણ મેડિકલ પ્રવેશ મેળવી શકશે

ગુજરાતમાં હાલ એમબીબીએસની 4000, ડેન્ટલની 1155, આયુર્વેદની 1820, હોમિયોપથીની 3250 અને નેચરોપથીની 60 મળી 10 હજાર જેટલી બેઠકો છે ત્યારે તેમાં પ્રવેશના નિયમોમાં સરકારે બીજો જે મહત્વનો ફેરફાર કર્યો છે તે મુજબ જે વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષમાં મેરિટ પ્રમાણે આયુર્વેદ, ડેન્ટલ, હોમિયોપથી જેવા કોઇ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હોય અને ફરીથી નીટની પરીક્ષા પાસ કરીને તેના મેરિટ પર એમબીબીએસ કે અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. જો કે, તેમણે ચાલુ અભ્યાસક્રમના બાકી તમામ વર્ષો ( પાંચ વર્ષ)ની ફી ભરીને સંસ્થા પાસેથી એનઓસી રજૂ કરવાનું રહેશે. પટેલે કહ્યું કે અત્યારસુધી માત્ર ગુજરાત બોર્ડ અને સીબીએસઇના વિદ્યાર્થીઓ જ મેડિકલમાં પ્રવેશ માટે લાયક ગણાતા હતા પરંતુ હવે નીટ પાસ કરી હોય તેવા કોઇપણ માન્ય એક્ઝામિનેશન બોર્ડની ગુજરાતમાં આવેલી શાળામાંથી ધોરણ-12 પાસ કરનાર મૂળ ગુજરાતી વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકશે. 
આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતના વિદ્યાર્થીઓમાં પડયા છે. અત્યાર સુધી માત્ર NRI કવોટામાં જ પ્રવેશ માટે લાયક વિદ્યાર્થી એનઆરઆઇ કવોટામાં સ્પર્ધા કરતો હતો, તે હવે NRI કવોટામાં પ્રવેશ ન મળે એટલે જનરલ મેરીટમાં પણ ગુજરાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરશે. પરિણામે એનઆરજીને ફાયદો પણ મૂળ ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધા વધવાથી નુકશાન થશે. 



source:db.com