Loading
Loading

આજે 12 સાયન્સ, ગુજકેટનું રિઝલ્ટ

આજે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થશે. જેમાં ગુજરાતના 1 લાખ 34 હજાર વિદ્યાર્થીના ભાવીનો ફેંસલો થશે. આ સાથે જ ગુજકેટની પરીક્ષાનું રિઝલ્ટ પણ જાહેર કરાશે. 12 ધોરણને વિદ્યાર્થીઓનો ટર્નિંગ પોઇન્ટ તરીકે જોવામાં આવે છે. આજે આવનારા રિઝલ્ટ સાથે જ ઘણા વિદ્યાર્થીઓનું કરીયર નક્કી થશે. ઉપરાંત આ વર્ષે 1 લાખ 36 હજાર વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આવી હતી. 
મેડીકલ, ફાર્મસી વગેરે અભ્યાસક્રમોમાં જોડાવવા માટે ગુજકેટની પરીક્ષાને મહત્વની માનવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયામાં ગુજકેટની પરીક્ષાના 40 ટકા અને ધોરણ 12ના 60 ટકાની ગણતરી થાય છે. તેથી આજે આવનારા બંને રિઝલ્ટ વિદ્યાર્થીના ઉજ્વળ ભાવીની દિશા નક્કી કરશે.


source: db.com