Loading
Loading

ડિગ્રી ઈજનેરીમાં 19490નું, ફાર્મસીમાં 1939નું રજિસ્ટ્રેશન

એસીપીસી(એડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ)એ હાથ ધરેલી ડિગ્રી ઈજનેરીની રજિસ્ટ્રેશન કાર્યવાહી અંતર્ગત 19490એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

 જ્યારે ફાર્મસીમાં 1939એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

 ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહી મેના બીજા સપ્તાહ સુધી રાખવામાં આવી છે. 

ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે કુલ 34500 પિન વિદ્યાર્થીઓને આપવામાં આવી છે, જ્યારે ફાર્મસીમાં 7200 જેટલી પિન વિદ્યાર્થીઓને આપવામાં આવી છે.

 ઉલ્લેખનીય છે કે ડિગ્રી ઈજનેરીની 66,000થી વધુ બેઠકો પર તેમજ ફાર્મસીની 5000થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી નિર્ધારિત કરવામાં આવી છે. 




source:db.com