Loading
Loading

નીટમાં 50 ટકા પ્રશ્નો ટ્વિસ્ટ કરી પૂછાયા, પણ પેપર સરળ .જૂનના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર થશે

ગુજરાત સહિત દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાયેલી નીટમાં 40 ટકા પ્રશ્નો ટવીસ્ટ કરીને પૂછાયા હોવા છતાં વિદ્યાર્થીઓને જરા પણ અઘરૂ ન લાગ્ય હતુ.

 નિષ્ણાતો-વિદ્યાર્થીઓ-વાલીઓના જણાવ્યાં પ્રમાણે બાયોલોજીનુ પ્રશ્નપત્ર થોડુક ઈઝી,કેમિસ્ટ્રીનુ પ્રશ્નપત્ર મોડરેટ તેમજ ફિઝિક્સમાં ધોરણ 12 સાયન્સ સીબીએસઈ બોર્ડના કોર્સના પાંચથી છ પ્રશ્નો કેલક્યુલેટિવ હોવાથી વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ લખવામાં ઘણી તકલીફ પડી હતી. 

જૂનના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર કરાશે. 

ગુજરાતમાંથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ અંતરીયાળ વિસ્તારોમાંથી આશરે 80,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

 દેશભરમાં 13.27 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


source:db.com