Loading
Loading

પ્રથમ વખત JEE એડવાન્સ માત્ર ઓનલાઈન લેવાશે



સીબીએસઈ બોર્ડના ઉપક્રમે મે મહિનાના અંતિમ સપ્તાહમાં લેવાનારી જેઈઈ એડવાન્સ ઓનલાઈન કોમ્પ્યુટર પર લેવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે સામાન્ય રીતે જેઈઈ એેડવાન્સ ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર બેઝ અથવા ઓફલાઈન (એટલે કે પેન અને પેપરના આધારે)વિદ્યાર્થીઓ માટે લેવાતી હોય છે. આ વખતે સૌ પ્રથમ વાર જેઈઈ એડવાન્સ માત્ર ઓનલાઈન રખાઈ છે. 20 મેએ યોજાનારી જેઈઈ એડવાન્સમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કાર્યવાહી બીજી મેથી 7 મે, સોમવાર સાંજે 5 સુધીની રખાઈ છે. આ વેબસાઈટ પર www.jeeadv.ac. in ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. 

source: db.com