Loading
Loading

રાજ્યમાં MBBSની નવી 370 બેઠકને MCIની મંજૂરી

રાજ્યમાં વિવિધ મેડિકલ કોલેજો માટે એમબીબીએસની નવી 370 બેઠકને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. જેના પગલે આગામી સત્રથી હવે રાજ્યમાં એમબીબીએસની કુલ 4200 બેઠક ઉપલબ્ધ થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકાર હસ્તકની વડોદરા, સુરત અને જામનગર ખાતેની મેડિકલ કોલેજો તેમજ હેલ્થ પોલિસી હેઠળની પાલનપુર જિલ્લા હોસ્પિટલ ખાતે સ્થપાનાર નવી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ માટે આ એમબીબીએસની નવી બેઠકો મંજૂર કરાઇ છે. જામનગર ખાતે 50, સુરત ખાતે 100, વડોદરા ખાતે 70 અને પાલનપુર માટે 150 બેઠકને મંજૂરી અપાઇ છે. આગામી સત્રથી આ બેઠકો પર પ્રવેશ અપવામાં આવશે. હાલ રાજ્યમાં 24 મેડિકલ કોલેજમાં એમબીબીએસ અને પીજીની શૈક્ષણિક કામગીરી ચાલુ છે. છેલ્લા 12 વર્ષમાં રાજ્યમાં 2500 જેટલી બેઠક વધી છે.




source:db.com