Loading
Loading

જેઇઇ-મેઇન્સ: ટોપ 100માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ

આ ત્રણ વિદ્યાર્થીઓ પૈકીના બે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે. જ્યારે 360 માર્કસમાંથી 300થી વધુ માર્કસ 
મેળવાના વિદ્યાર્થીઓની સંખ્યા સાતની છે, જે ગત વર્ષના પાંચ કરતા વધારે છે. જેઈઈ મેઈન્સના પરિણામમાં સતત ત્રીજા વર્ષે કટ ઓફ માર્કસમાં ઘટાડો જોવા મળ્યો છે. ક્વોલિફાય થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાથી કટ ઓફ માર્કસમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું નિષ્ણાતો કહી રહ્યાં છે. જેમાં જનરલ કેટેગરીના કટઓફ માર્ક્સ ગયા વર્ષના 81ની સરખામણીએ ચાલુ વર્ષે 74 થયા છે. 
જેઈઈ મેઈન્સની પરીક્ષામાં ગુજરાતમાં 38,000 વિદ્યાર્થીઓમાંથી 4000થી વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે. જ્યારે અમદાવાદમાંથી આશરે 1500 વિદ્યાર્થીઓ આઈઆઈટી જેઈઈ માટે ક્વોલિફાય થયા છે. જ્યારે 1000થી ઉપરના રેન્કમાં 20થી વધુ વિદ્યાર્થીઓ સ્થાન મેળવશે. જ્યારે 2000 થી ઉપરના રેન્કમાં કુલ 40થી વધુ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે,
ટોપ 150 ઓલ ઇન્ડિયા રેન્કમાં અમદાવાદના એક પણ વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું નથી. જેઈઈ મેઈન્સની પરીક્ષામાં દેશભરમાંથી 11,50,000 વિદ્યાર્થીઓ બેઠા હતા. જે પૈકીના સમગ્ર ભારતમાંથી 2,31,000 વિદ્યાર્થીઓ આઈઆઈટી જેઈઈ માટે ક્વોલિફાય થયા છે. 


કટ ઓફ માર્કસની સ્થિતિ 
કેટેગરી ચાલુ વર્ષ ગત વર્ષ 2016 
જનરલ 74 81 100 
ઓબીસી 45 49 70 
એસસી 29 32 52 
એસટી 24 27 48 

અમદાવાદના રેન્કર વિદ્યાર્થીઓ 
નામ રેન્ક માર્કસ 
શ્રેયાંસ નાગોરી 24 335 
દેવર્ષિ પટેલ 38 330 
રોહન જસાણી 67 324, 
રુદ્ર દેસાઈ 133 311 
સૌમ્ય ગોયલ 136 311 
દેવજી જોષી 189 304 
ખુશી કાપડિયા 196 303 
તનવ શાહ 265 296 
કુશાન પંચાલ 331 293 
પૂજા ભગત 516 282 

ક્વોલફાય ઉમેદવારો 20મી મેએ યોજાનારી જેઈઈ એડવાન્સમાં બેસી શકશે 
ક્વોલિફાય થનારા ઉમેદવારો 20મી મેએ યોજાનારી જેઈઈ