Loading
Loading

ઈજનેરીની 66 હજાર બેઠકો માટે આજથી રજિસ્ટ્રેશન

એસીપીસી દ્વારા ડિગ્રી ઈજનેરીની 66 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો આજથી પ્રારંભ થનાર છે. જ્યારે ફાર્મસીની 5 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન કાર્યવાહીનો 30મી એપ્રિલ સોમવારથી શરૂ થશે. એસીપીસીએ નિર્ધારિત કરેલા 111 સેન્ટરો પરથી 26મી એપ્રિલથી 14મી મે દરમ્યાન ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ જમા કરાવવાની, ડોક્યુમેન્ટ જમા કરાવવાની કાર્યવાહી રાખવામાં આવી છે. 30મી એપ્રિલથી 16મી મે દરમ્યાન નિર્ધારિત હેલ્પ સેન્ટરો પરથી રજિસ્ટ્રેશન કાર્યવાહી રાખવામાં આવી છે.