Loading
Loading

ગુજકેટની અાન્સર કી વેબસાઈટ પર મૂકવામાં આવી

સોમવારે લેવાયેલી ગુજકેટની આન્સર કી શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકાઈ છે. મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના પ્રશ્નપત્રના સેટ નંબર 1થી 20 ની નિષ્ણાતોએ તૈયાર કરેલી પ્રોવિઝનલ આન્સર કી નિષ્ણાતોએ તૈયાર કરેલી છે. આ આન્સર કી અંગે કોઈને પણ રજૂઆત કરવી હોય તો બોર્ડની વેબસાઈટ પર મૂકેલા નિયત નમૂનામાં વિષય વાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત [email protected] ઉપર 29મી એપ્રિલ સાંજે 4 સુધીમાં કરી શકાશે. આ રજૂઆત માત્ર ઈમેલ મારફતે સ્વીકારાશેેે, જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂ. 500ના ચલણથી ભરવાની રહેશે. 

source:db.com