Loading
Loading

સુપ્રીમકોર્ટેશુક્રવારે સમગ્ર દેશમાં જેઈઈ-2017ને આધારે આઈઆઈટીમાં એડમિશન પર સ્ટે મૂકી દીધો છે.

અત્યાર સુધી બે રાઉન્ડના કાઉન્સિલિંગમાં ઉપરોક્ત સંસ્થાઓમાં 33,000થી વધુ વિદ્યાર્થી એડમિશન લઇ ચૂક્યા છે. માત્ર 3235 સીટ ખાલી છે. એમના માટે શુક્રવારે સાંજે ત્રીજા તબક્કાનું કાઉન્સિલિંગ શરૂ થવાનું હતું, તે સુપ્રીમકોર્ટના આદેશ પછી થયું નથી. 
જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની બેન્ચે બધી હાઇકોર્ટને જેઈઈ-આઈઆઈટી સાથે સંબંધિત નવી અરજીઓ સાંભળવાથી અટકાવી દીધી છે. બધી હાઇકોર્ટને પૂછ્યું છે કે તેમને ત્યાં રેન્ક લિસ્ટ અને ગ્રેસ માર્ક્સને પડકારતી કેટલી અરજીઓ પડતર છે. કોર્ટે જણાવ્યું કે એડમિશન લઇ ચૂકેલા 33,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ છે. 18 માર્કસની કાયદેસરતા પર નિર્ણય લેવામાં આવે ત્યાં સુધી નવા એડમિશન કરો. આગામી સુનાવણી 10મી જુલાઇએ થશે. 
નોંધનીય છે કે જેઈઈ એડવાન્સ્ડ 2017ના પેપર-1 અને પેપર - 2માં કેટલાક પ્રશ્ન ખોટા હતા. પ્રશ્નોના બદલે બધા ઉમેદવારોને પેપર -1માં 7 અને પેપર-2માં 11 ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. તેને આધારે તૈયાર રેન્કિંગ લિસ્ટ રદ કરાવવા માટે ઐશ્વર્યા અગ્રવાલ સહિત ઘણા ઉમેદવારોએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે. 

source : db.com